મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરિષ્ઠ આગેવાન કિશોરભાઈ ચીખલીયાની વરણી
મોરબી સહીત ૧૩ જીલ્લામાં કોંગ્રેસ દ્વારા હોદેદારોની નિમણુક કરવામાં આવી છે જેમાં ૧૩ જીલ્લાના અને શહેરના કોંગ્રેસ પ્રમુખોની નિમણુક કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની વરણી કરાઈ છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવી છે લોકસભા ચુંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા સંગઠન મજબુત બનાવવાની કવાયતના ભાગરૂપે કિશોરભાઈ ચીખલીયાને મોરબી જીલ્લા પ્રમુખની જવાબદારી સોપવામાં આવી છે કિશોરભાઈ અગાઉ જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ કાર્ય કરી ચૂકયા છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનને પ્રમુખની જવાબદારી સોપવામાં આવતા કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે





