Thursday, May 1, 2025

મોરબી જીલ્લામાં 31 ડિસરમ્બર દરમિયાન 70 થી વધુ નસેડી પકડાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં માં 31st ને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.

મોરબી જીલ્લામાં 31 ડિસરમ્બર દરમિયાન 70 થી વધુ નસેડી પકડાયા.

મોરબી:31મી ડિસેમ્બરના ઉજવણી સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે મોરબી પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 18 ચેકિંગ પોઇન્ટ, સતત પેટ્રોલિંગ, અને 600થી વધુ પોલીસ, જી.આર.ડી., અને હોમગાર્ડ કર્મચારીઓનો સઘન બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. ત્યારે એક જ દિવસમાં 70 થી વધુ વ્યક્તિ ડમડમ હાલતમાં પકડાયા હતા.

મોરબીમાં 31 ડિસેમ્બરની ઉજવણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ આ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે એસ.પી. રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું કે, “શહેરમાં શાંતીપૂર્ણ માહોલ જાળવવા માટે દરેક પ્રકારના સુરક્ષા માટેના પગલાં લેવામાં આવ્યા છે.

જેમાં કુલ 18 ચેકિંગ પોઇન્ટ પર વાહન ચેકિંગ માટે ખાસ ટીમો ગોઠવાઈ હતી, જેમાં કાર અને બાઈક ચેકિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. તેમજ પોલીસ દ્વારા રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ સાથે શહેરમાં સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ બંદોબસ્તમાં 2 ડીવાયએસપી, 14 પીઆઈ, 27 પીએસઆઈ, પોલીસ જવાનો તેમજ જી.આર.ડી. અને હોમગાર્ડ સહિતના 600 કર્મચારીઓ રોકાયેલ હતા. આ સાથે એસ.પી દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે કોઈપણ અનધિકૃત પ્રવૃત્તિઓ અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી પોલીસ દ્વારા 31મી ડિસેમ્બર માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ, અને માળીયા (મી.) સહિત જીલ્લાના વિવિધ વિસ્તારોમાં કુલ 70થી વધુ પીધેલા વ્યક્તિઓ પકડાયા હતા.

Related Articles

Total Website visit

1,502,614

TRENDING NOW