Friday, May 2, 2025

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ, માળિયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાંચ માંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ, માળિયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાંચ માંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા રજૂઆત

ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા ઇન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સના જનરલ સેક્રટરી કાંતિલાલ ડી બાવરવા એ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

તેમણે લેખીત રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં નર્મદા યોજનાની કેનાલ ત્રણ બ્રાંચ આવેલ છે. આ ત્રણ બ્રાંચમાં માળિયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાંચનો સમાવેશ થાય છે. હાલમાં ખેડૂતો આગોતરા વાવેતર કરવા માટે ઘણા સમયથી પાણી માગી રહ્યા છે. અમુક વિસ્તારના લોકો આ માટે અંદોલન પણ કરી રહ્યા છે.

વધુમાં કાંતિલાલ ડી બાવરવા એ જણાવ્યું હતું કે, આ પૂર્વે ૨૦૧૩ માં સરકાર દ્વારા હાલના ડેમના ૧૧૯ મી. લેવલ કરતા પણ નીચું લેવલ ૯૩મિ. હોવા છતાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવેલ હતું જે આપના રેકોર્ડમાં હશે જ, આજ ના આગળ વધેલા વિજ્ઞાનના સમયમાં આગામી વર્ષે કેવો વરસાદ પડશે ને ઉપગ્રહ દ્વારા જાણી શકાતું હોય છે. અગામી ચોમાસું સારું જવાની આગાહીઓ વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલ છે. આવા સંજોગોમાં હાલની પાણીની સપાટી કરતા વધારાનું આવનાર પાણી ડેમ ફૂલ થતા દરિયામાં જશે. તો અત્યારે હાલના જથ્થામાંથી ખેડૂતો પાણી આપવા અમારી માંગ છે. જો સિંચાઈ પાણી નહિ આવે તો આ ખેડૂતો સાથે અન્યાય કરતા ગણાશે.

Related Articles

Total Website visit

1,502,702

TRENDING NOW