Wednesday, May 7, 2025

મોરબી જીલ્લાના અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા 6 ઇસમો પાસા તળે જેલ હવાલે

Advertisement
Advertisement
Advertisement

મોરબી પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના મુજબ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુનાઓ જેવા કે, મારામારી, પ્રોહીબીશન,ચોરીના, ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જે.બી.પટેલ સાહેબ જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ કુલ ૬ (છ) ગુનેગારોના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમો ઘણા લાંબા સમયથી ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય, આ ઇસમોની સત્વરે અટકાયત કરવા સારૂ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવી, ટંકારા, માળીયા મીયાણા, મોરબી તાલુકા પો.સ્ટે.ના અધિકારી/કર્મચારીઓનીઅલગ-અલગ ટીમો બનાવી ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરી હતી.

અને સલીમ ઉર્ફ સલો જુસબભાઇ કટીયા (રહે. મચ્છીપીઠ,શેરી નં-૦૨, મોરબી), નીજામ જુસબભાઇ કટીયા (રહે. મચ્છીપીઠ શેરી નં-૦૨,મોરબી), ગૌતમ ઉર્ફ ગવો ટપુભાઇ ડાભી રહે.લાલપર પ્રિયા ગોલ્ડ સીરામીક મોરબી. રાકેશભાઇ દેવજીભાઇ મકવાણા (રહે. મોરથરા તા.થાનગઢ જિ.સુરેન્દ્રનગર), ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો દિલુભા ઝાલા (રહે. મેઘપર(ઝાલા) તા. ટંકારા જિ. મોરબી.), જલ્પેશ ઉર્ફે જપો વિનોદભાઇ ખાખી (રહે. મોટા દહીંસરા તા. માળીયા મિ.જી. મોરબી) કુલ ૬ (છ) ગુનેગારને પાસા અધિનિયમ તળેપકડી પાડી લાજપોર (સુરત),મધ્યસ્થ જેલ અમદાવાદ,પોરબંદર એમ અલગ અલગ જેલ હવાલે કરવામાં આવેલ છે.

આમ ઘણા લાંબા સમયથી મોરબી જીલ્લામાં ઉપરોકત ઇસમો ગે.કા.રીતે પ્રતિબંધીત અંગ્રેજી દારૂનો જથ્થો પરપ્રાંત માંથી લાવી તેનું વેચાણ કરતા હોય તેમજ શરીર સબંધી મારામારી, મિલ્કત સબંધી ચોરીના ગુના આચરતા હોય જેઓને પાસા તળે પકડી અલગ અલગ જેલ હવાલે કરવામાં મોરબી પોલીસને સફળતા મળેલ છે.

Related Articles

Total Website visit

1,502,787

TRENDING NOW