મોરબી જિલ્લા ખાતે સ્થાયી વૃદ્ધાશ્રમમાં વૃદ્ધદિન નિમિતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વૃદ્ધો સાથે રહી વૃદ્ધદિનની ઉજવણી કરવામાં આવેલ હતી તેમજ સમાજ સુરક્ષા કચેરી દ્વારા વૃદ્ધોને વ્હીલચેલ, વોકર, તેમજ સ્ટિક નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ICDS મોરબીના સહયોગથી વૃદ્ધો માટે આધારકાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, તેમજ સિવિલ હોસ્પિટલ મોરબી ના સહયોગથી વૃદ્ધો માટે (NCD) મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપલીયા, ભરત સોલંકી, ICDS પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ચારોલા, સિવિલ હોસ્પિટલના ડૉ.હિતેશભાઇ ભદ્રા (મેડિકલ ઓફિસર), સંસ્થાના સંચાલક સુષ્માબેન પટણી ઉપસ્થિત રહ્યા હતા.





