મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ઓરલ કેન્સર ડિટેક્સનનો કેમ્પ યોજાયો
મોરબી: ભારતીય જનતા યુવા મોરચા મોરબી જિલ્લા દ્વારા આયોજિત નિઃશુલ્ક ઓરલ કેન્સર ડિટેક્સન તથા સંપૂર્ણ ઓરલ હાઇજન ચેકઅપ કેમ્પનું આયોજન પીપળીયા ચાર રસ્તા આસ્થા ડેન્ટલ ક્લીકમાં કરવામાં આવ્યું હતું.

જેમાં માળીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ દસાડીયા તથા તેમની ટીમ પ્રગ્નેસ ગોઠી, પાર્થ બપોલિયા તથા મનીષ કાંજીયા મહામંત્રી માળીયા તાલુકા તથા શિવમ વિરમગામ તથા રમણિક બાવરવા સહીત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.