મોરબી જિલ્લા ભાજપ ની કારોબારી બેઠક હળવદ ખાતે યોજાઇ
ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા ની કારોબારી બેઠક હળવદ ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર માં સંસ્કૃતિ હોલ માં યોજાઇ હતી આ બેઠક માં જિલ્લા ના તમામ તાલુકાઓ માંથી અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું ત્યારે આ કારોબારી બેઠક ભારતમાતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી અને ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી ની છબી સન્મુખ દિપ પ્રાગટ્ય કરી અને શરૂયાત કરી હતી ત્યાર બાદ પોતાની જગ્યા પર ઊભા થઈને સમૂહ માં વંદે માતરમ્ નું ગાન ગાવામાં આવ્યું હતું ત્યારબાદ ઝૂલતા પુલ ની ઘટના બાદ પ્રથમ કારોબારી બેઠક મળી હોય ત્યારે દુર્ઘટના માં મૃત્યુ પામેલ તેમજ તાજેતર માં મૃત્યુ પામેલ કાર્યકર્તા ઓ ના આત્મા ને શાંતિ મળે તે માટે ૨ મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું ત્યારબાદ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હાજર પીઢ અગ્રણીશ્રિઓ એ પ્રસંગોચિત વ્યક્તવ્ય થકી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને વઢવાણ નાં પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી , મોરબી જિલ્લા ભાજપ ના પ્રભારી પ્રકાશભાઈ સોની અને ભાનુભાઇ મેતા , પ્રદેશ શિસ્ત સમિતિ ના સભ્ય બીપીનભાઈ દવે , પ્રદીપભાઈ વાળા , ધારાસભ્ય સર્વશ્રી કાંતિભાઈ અમૃતિયા , દુર્લભજીભાઈ દેથરીયા , પ્રકાશભાઈ વરમોરા જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી , જયુભા જાડેજા , બાબુભાઈ હુંબલ , જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શીહોરા , પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા , પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ હોદેદારો તમામ તાલુકા ના પ્રભારી તેમજ પ્રમુખ મહામંત્રી , વિવિધ મોરચા અને સેલ માં પ્રમુખ મહામંત્રી ઓ, જિલ્લા કારોબારી ના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તાજેતર માં યોજાયેલ વિધાનસભા ની ચુંટણીમાં જિલ્લા ની તમામ સીટો પર ભાજપ નો ભગવો લહેરાવવા બદલ તમામ કાર્યકરો ને શુભેચ્છા પાઠવી હતી અને સાલ ઓઢાળી સન્માન કર્યું હતું

આ કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ શહેર ભાજપ ના સૌ કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી