મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઈ ટમારીયાએ જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગ ખાતે વાલ્મિકી સમાજની દિકરીના હસ્તે ઓફિસનો શુભારંભ કરી સમાજમાં સમરસતા માટે પ્રેરક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
આજ રોજ આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ નવી જીલ્લા પંચાયત ખાતે પોતાની ઓફિસ વાલ્મીકિ સમાજની દીકરીના હસ્તે પ્રવેશ કરવામાં આવ્યો હતો. સાથે વાલ્મિકી સમાજની દિકરીઓએ કંકુ-ચોખ્ખાના તિલક કરી ઉપસ્થિત સહુનું સ્વાગત કર્યું હતું. આ તકે અશોકભાઇ ચાવડા (જીલ્લા પંચાયતના સભ્ય), વાધજીભાઇ ડાગરોચા (ચેરમેન મયલા બાળ વિકાસ) મોરબી નગરપાલિકાના કાઉન્સિલર સુરેશભાઈ સીરોહીયા, ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી રૂપસીહ જાલા, સોલંકી લાલજીભાઇ, સનાળીયા બળવંતભાઈ, હરીભાઇ રાતડીયા, ભીખાભાઇ સોલંકી અન્ય આગેવાનોની હાજરીમાં નવા જીલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમરીયા ઓફીસ ખુલ્લી મુકવામાં આવી હતી.