Saturday, May 3, 2025

મોરબી જિલ્લા ક્રોંગ્રેસ ઓબીસી દ્વારા માળિયા (મિં) ખાતે મિટિંગ યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા ક્રોંગ્રેસ ઓબીસી દ્વારા માળિયા (મિં) ખાતે મિટિંગ યોજાઈ

મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી દ્વારા માળીયા મુકામે ગત તા.૪ના રોજ મીટીંગ મળેલ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સુચના અનુસાર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખ અજય યાદવ આગામી ૧૦ તારીખે ગુજરાતના પ્રવાસે આવવાના હોવાથી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ચેરમેન રાજુભાઈ આહીર તેમજ માળીયા કોંગ્રેસ ઓબીસી શહેર પ્રમુખ નાસીરભાઈ જેડા તેમજ માળિયા શહેર પ્રમુખ ઈકબાલભાઈ જેડા માળીયા નગરપાલિકા પ્રમુખ હારૂનભાઈની આગેવાની હેઠળ મીટીંગ યોજાઇ હતી. જેમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ હતી.

કાર્યક્રમમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ને વિધાનસભાની જીત અપાવીને મજબૂત કરવાનો સંકલ્પ કરેલ તેમજ લોકો સુધી જનજાગૃતિ કાર્યક્રમો આપી આગામી દિવસોમાં જુદા જુદા મુદ્દાઓ જેવા કે, મોંઘવારી શિક્ષણ આરોગ્ય જેવી સુવિધામાં સરકાર નિષ્ફળ ગઈ છે. તેના વિશે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી મહામંત્રી મનસુખભાઇ વાઘેલા દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી તમામ હોદ્દેદારો અને આગેવાનો હાજર રહેલ હતા.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW