
મોરબી: ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે. ત્યારે આજે મોરબી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પાર્વતીબેન વાઢેરનું જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા દ્વારા મહિલા પોલીસ કર્મચારીના ઘરે જઇને સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબી પોલીસ અધિક્ષકની કચેરીમાં અરજી શાખામાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી પાર્વતીબેન વાઢેરે પોતે પ્રેગ્નેશીના છેલ્લા દિવસ સુધી પોતાની ફરજ બજાવી હતી. પોતાની ફરજ પ્રત્યે આવી નિષ્ઠા દાખવા બદલ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા દ્વારા મહિલા પોલીસ કર્મચારીના ઘરે જઇને સન્માન કરવામાં આવ્યું હતું . તેમજ તેમને સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

