મોરબી જિલ્લા આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા પીપળીયા ચાર રસ્તા ખાતે વિનય સાયન્સ સ્કૂલમાં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી યુવા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આહિર સમાજના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસકર્મીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.
આ તકે બહોળી સંખ્યામાં પરીક્ષાની તૈયારી કરતા આહિર સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્ય વક્તા તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી.સોનારા, પ્રોફેસર ડો.સંદિપભાઈ બોરીચા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી.ડાંગર, નાયબ મામલતદાર પરેશભાઈ ગંભીર, સંજયભાઈ બારીયા, જયદિપભાઈ લોખિલ સહિતનાઓએ ઉપસ્થિત યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ કરવા આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ મોરબી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.