મોરબી જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ ની સેવા જો જોઈતી હોય તો મોરબી જિલ્લા પોલીસમાં બીટ જમાદાર થી લઈ જિલ્લા પોલીસ વડા સુધી ધરખમ ફેરફારો અને બદલી ખૂબ જરૂરી વાંચો શા માટે ?
તમને વાંચીને અજુગતું લાગતું હશે કે 108 એમ્બ્યુલન્સ ની સેવા અને જિલ્લા પોલીસ ને શું લેવા દેવા તો અપને જણાવી દઈએ કે, હા હદ તો જિલ્લાભરની અંદર ત્યારે થાય છે જ્યારે 108 જેવી સુંદર સેવા રાજ્ય સરકારની આ સેવાથી લાખો લોકો ને આનો લાભ મળતો હોય છે તેમજ જીવન મરણ વચ્ચે જોલા ખાતા અનેક જીવો અનેક સગર્ભાઓ અનેક ધાયલો ને જ્યારે સમયસર સારવાર મળે તે માટે નગરજનો માર્ગ પર જતી 108 કે અન્ય કોઈ એમ્બ્યુલન્સ ને માર્ગ આપી દેતા હોય છે
ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો હાલ ૩૫૦થી વધુ ગામડા ઓમાં તેમજ મુખ્ય શહેરોમાં દેશી દારૂના હાટડાઓ બુટલેગરો તેમજ તેના મળતીયાઓ અને હપ્તા લેતી પોલીસ ને જાણે કોઈનો ડર જ ના હોય તે રીતે લાખો લોકોના આરોગ્ય સલામતી સાથે થતા ગંભીર ચેડા અને દિવસ તેમજ રાત્રી દરમિયાન અમે હિન્દ વૈભવની ટીમે કરેલી તપાસ દરમિયાન 108 ના પાયલોટ જિલ્લા અધિકારી તેમજ રાજ્ય અધિકારી નું પણ એ જ કહેવાનું થયું કે સરકારશ્રીને આ યોજના ને અને આ સેવાને સાચા લોકો વધુને વધુ ઉપયોગી બને તેવા ભાવથી અનેક કપરા સંજોગો પાર કરી અને આ સેવા તમારા સુધી પહોંચતી હોય છે તો મોરબી જિલ્લાની જનતાને અમારી વિનંતી કહો કે અપીલ કહો પણ પીધેલી હાલતમાં દારૂડિયાઓ માટે જે આ સેવાનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે તે બંધ થાય તે માટે અમે લોકોને પણ અપીલ કરીએ છીએ.
હવે વાત રહી જિલ્લા પોલીસની તો બુટલેગરો અને તેના મળતીયાઓ તેમ જ બીટ જમાદાર હેડ કોન્સ્ટેબલ પીએસઆઇ, પીઆઇ તેમજ અનેક ઉપરી અધિકારીઓ સુધી આ કરોડોની હપ્તાખોરી પહોંચતી હોય છે જેના કારણે મોરબી જિલ્લા પોલીસ પણ આ તમાશો, પ્રેક્ષક બની ને જોતી હોય છે. તો બીજી તરફ આવા દારૂના નશામાં ચુર શખ્સો માટે 108 એમ્બ્યુલન્સ નો ઉપયોગ થતો હોવાથી જરૂરિયાત મંદ લોકોને સરકારની આ સેવાનો લાભ મળતો નથી, અને આ દૂષણના કારણે અનેક પરિવારો તો બરબાદ થતાં જ હોય છે પરંતુ અનેક વિસ્તારોની અંદર મારામારી જેવા બનાવો તેમજ અસામાજિક તત્વો માથા કાઢતા હોય છે. અને ત્યારે પણ 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોય છે. જેના કારણે જરૂરિયાત મંદ મહિલાઓ અને દર્દીઓને ઘણી વખત 108 એમ્બ્યુલન્સ નો લાભ મળતો નથી, તો જો મોરબી જિલ્લાની સલામતી જોઈતી હોય તો આવનારા દિવસોની અંદર મોરબી જિલ્લા પોલીસમાં ધરખમ ફેરફાર થશે તો જ ચોક્કસપણે દારૂબંધીની અમલવારી થશે નહીંતર આવનારા દિવસોમાં આ મોતની પોટલી એટલે કે દેશી દારૂનો દુષણ અનેક લોકોના જીવન બરબાદ કરી નાખશે તો આ તકે તમારું સૂચન પણ અમને જણાવશો અને અમારી આ વાત વધુ લોકો સુધી પહોંચાડજો એવી વિનંતી..
“હિન્દ વૈભવ ન્યુઝ મોરબી”