મોરબી :- જિલ્લામાં વધુ એક યુવાને કરી આત્મહત્યા.
જિલ્લામાં અવારનવાર આત્મહત્યાના કેસ નોંધાય રહ્યા છે. દિવસે ને દિવસે આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આત્મહત્યાનો દોર ખતમ થવાનું નામ નથી લેતો ત્યારે જિલ્લામાં વધુ એક આત્મહત્યાનો કેસ નોંધાયો
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કલ્યાણપર ગામ ખાતે એક બાવીસ વર્ષીય યુવકએ આત્મહત્યા કરી છે. કલ્યાણપર ગામે રહેતા ગૌરવભાઈ છગનભાઈ દુબરિયા (ઉ.વ.૨૨) નામના યુવકે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.