Tuesday, March 10, 2026

મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી: બહેન-દિકરી સલામત નથી :- સામાજિક કાર્યકરોની રજૂઆત.

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી: બહેન-દિકરી સલામત નથી :- સામાજિક કાર્યકરોની રજૂઆત.

મોરબી અનુ.જાતિ પ્રતિનિધિ મંડળના ગૌતમભાઈ મકવાણા દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને તથા મોરબી જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કચડાઈ તથા મોરબી જિલ્લામાં બહેન-દિકરીની સલામતી રહી નથી. હાલ મોરબી જિલ્લામાં દુષ્કર્મ જેવા બનાવો બની રહ્યા છે. સગીરવયની દિકરીઓ આવારા તત્વો દ્વારા અપહરણ તથા શોષણ થાય છે. આવા ગંભીર બનાવોની ફરિયાદ દાખલ કરવા પણ સામાજિક આગેવાનો ગયા પછી ફરિયાદ નોંધવામાં આવે છે.

ઉપરાંત સામાજિક કાર્યકરોએ જવાબદાર અધિકારી તથા ચૂંટાયેલ પ્રતિનિધ સામે આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં 1 મહિનામાં ઘણા બનાવો બન્યા જેમાં જવાબદાર અધિકારી કાગળો પર કામ કરી પોતાની જવાબદારીમાંથી છટકી નકારાત્મક કાર્યવાહી કરી રહ્યા છે. જવાબદાર અધિકારી તથા ચૂંટાયેલ પ્રતિનિધ દ્વારા દુષ્કર્મ તથા સગીરવયની દિકરી ઉપર થતાં શોષણ બાબતે કોઈ ગંભીરતા દર્શાવાતી નથી. જેથી મોરબી જિલ્લામાં સગીરવયની દિકરીના અપહરણ, દુષ્કર્મ જેવી ઘટનાને રોકી ગંભીર બનાવોમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે તેમજ સામાજિક આગેવાનો સાથે ઉઘતાઇભર્યા વર્તન ના કરે.ઉપરાંત મોરબી જિલ્લાની બહેન-દિકરી સલામતી અનુભવે તેવી માંગણી કરવામાં આવી છે. જો માંગણીને સંતોષવામાં નહિ આવે તો સામાજિક આગેવાનો પીડિત પરિવારને સાથે રાખી ગાંધી ચિધ્યામાર્ગે આંદોલન-ધરણા કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Related Articles

Total Website visit

1,595,269

TRENDING NOW