તા. ૨૭/૧૧/૨૦૨૪ થી તા. ૦૬/૧૨/૨૦૨૪ સુધી હોંગકોંગ મુકામે ટેકવોન્ડો રમતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં ૧૨૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો એ ભાગ લીધેલ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત સરકારે મોરબીમાં આવેલ નવજીવન વિધાલય તથા ન્યુ એરા સ્કૂલ ના ૩ વિધાર્થીઑની પસંદગી કરેલ. પસંદગી થયેલ ત્રણેય વિધાર્થીઓએ પોતાની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી મોરબીને ટેકવોન્ડોની રમતમાં આંતરરાષ્ટ્રીય ઓળખ સાથે મોરબીનું ગૌરવ વધારેલ આ માટે શાળા સંચાલક હાર્દિકભાઈ પાડલિયા તથા મોરબી જિલ્લાના રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ સાથે તથા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ડી.બી. પાડલિયા એ આ ત્રણેય બાળકોને રૂબરૂ મળી પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવેલ.