Wednesday, May 7, 2025

મોરબી જિલ્લાની અઢાર હજાર જેટલી કિશોરીઓને માસિક સમયનુ વ્યવસ્થાપન અંગેની સમજ અપાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હાલ કોરોનાની વૈશ્વીક મહામારીને ધ્યાને લઇ આઈ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા આંગણવાડી કેન્દ્રના લાભાર્થી બાળકો, સગર્ભા ધાત્રી, તથા કિશોરીઓને ઘરે બેઠા વિવિધ વિષયો પર માર્ગદર્શન મળી રહે તે માટે ડીજીટલ માધ્યમ થી “ઉંબરે આંગણવાડી” દ્વારા સેટકોમ કાર્યકમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તા.૨૭/૦૭/૨૦૨૧ ના બપોરે ૦૨:૦૦ થી ૦૨:૩૦ કલાક દરમિયાન કિશોરીઓ માટે “ મને ગર્વ છે કે હું મોટી થઇ રહી છું-સ્વચ્છતા અને માસિક સમય નુ વ્યવસ્થાપન” વિષય પર સેટકોમ કાર્યકમનું આયોજન કરવામાં આવેલ છે

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિવિધ ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવશે. જેમાં “વંદે ગુજરાત ચેનલ નં-૧” પર તથા WCDGUJARAT ફેસબુક પેજ પર નિહાળી શકાશે. જે કિશોરીઓ આ પ્રોગ્રામ નું જીવંત પ્રસારણ જોવા ચુકી ગયેલ હોય તેઓ @WCDGUJARAT ની યુ-ટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમ નિહાળી શકશે. આ કાર્યક્રમમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ મો. નં. ૬૩૫૯૯૨૩૫૯૨ પર અવશ્ય મોકલવાના રહેશે. તથા ૨૭/૦૭/૨૦૨૧ ના રોજ ચોથા મંગળવાર નિમિતે પૂર્ણા દિવસ અંતર્ગત તમામ આંગણવાડી કેન્દ્ર પર “પોષ્ટિક સલાડ હરીફાઈ” નું આયોજન કરવામાં આવશે. જેમાં કિશોરીઓએ ઘરેજ રહીને પોષ્ટિક સલાડ બનાવવાનું રહેશે અને બેસ્ટ પોષ્ટિક સલાડ બનાવેલ કિશોરી ને પ્રથમ, દ્રિતિય અને તૃતીય નંબર આપીને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે. આમ આ સેટકોમ કાર્યક્રમ તેમજ પોષ્ટિક સલાડ હરીફાઈમાં મોરબી જિલ્લા ની ૧૧ થી ૧૮ વર્ષ ની શાળાએ જતી તથા શાળાએ ના જતી તમામ SAG તથા PURNA યોજનાનો લાભ લેતી કિશોરીઓને હરીફાઈમાં ભાગ લેવા તથા સેટકોમ કાર્યક્રમ અચૂક નિહાળવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકર તથા ડીસ્ટ્રીક્ટ કન્સલ્ટન્ટ (પૂર્ણાયોજના) મયુરભાઈ સોલંકી આઈ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,502,787

TRENDING NOW