Saturday, March 14, 2026

મોરબી જિલ્લાના 3600 જેટલા શિક્ષકોને પગારના ફાંફાં

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના 3600 જેટલા શિક્ષકોને પગારના ફાંફાં

રાજ્યમાંથી ત્રીજી એપ્રિલે પગાર ગ્રાન્ટ આવી ગઈ હોવા છતાં જિલ્લામાંથી શિક્ષકોને આજ દિન સુધી પગાર ન મળતા રોષ

મોરબી જિલ્લામાં દર શિક્ષકોને મહિને રાહ જોવી પડતી હોય એવો ઘાટ ઘડાયો છે,અમને મળતી માહિતી મુજબ રાજ્યમાંથી ત્રણ એપ્રિલે પગાર ગ્રાન્ટ આવી ગયેલ છે જેને છતાં આજ ખાસો સમય વીતી ગયો હોવા છતાં શિક્ષકોના ખાતામાં પગાર જમા ન થયો હોવાના કારણે શિક્ષકોએ લીધેલી લોનના હપ્તા સમયસર ભરી શકતા ન હોય વ્યાજ પેનલ્ટી લાગે છે તેમજ જીપીએફ, સીપીએફ કપાત દર મહિનાની દશ તારીખ પહેલા જમા ન થવાના કારણે જે તે માસનું વ્યાજ પણ શિક્ષકોને મળતું નથી વળી માર્ચ માસનો મોટા ભાગનો પગાર ઇન્કમટેક્ષ કપાત થયેલ હોય એપ્રિલ માસ અડધો વીતી જવા છતાં શિક્ષકોને પગાર ન મળતા શિક્ષકો રોષે ભરાયા છે, જિલ્લા પંચાયતમાં તપાસ કરતા જણાવાયું કે એકાઉન્ટ ઓફિસર ઓડિટમાં છે,રજા પર છે તો શિક્ષકો પણ સરકારના અનેક ખાતાની એકી સાથે અનેકવિધ 120 જેટલી કામગીરી કરે છે તો દર માસે મોરબી જિલ્લાના શિક્ષકોનો પગાર મોડો કરીને શા માટે હેરાન પરેશાન કરવામાં આવે છે? પગાર કરવા માટે અગાઉથી શા માટે આયોજન કરવામાં નથી આવતું? જ્યારે પગાર જમા કરવાનો હોય ત્યારે જ અધિકારીને અન્ય કામ આવી જાય છે?કે પગાર કરવા સમયે જ અધિકારીને રજા પર જવું પડે છે ? આવા પ્રશ્નો શિક્ષકો કરી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,596,991

TRENDING NOW