Friday, May 2, 2025

મોરબી જિલ્લાના હળવદ તાલુકા પોલીસે હળવદ તાલુકાના ભલગામડા ગામેથી ત્રણ પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના હળવદ તાલુકા પોલીસે હળવદ તાલુકાના ભલગામડા ગામે સીમમાં આવેલી એક વાડીમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે. ઉપરાંત એક આરોપી નાસી છૂટતા તેને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં ઉમેશભાઈ લાભુભાઈ પ્રજાપતિની વાડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો જાદવભાઈ બાબુભાઈ ઈંદરીયા (ઉ.વ.૪૦), મુકેશભાઈ ધનજીભાઈ દેત્રોજા (ઉ.વ.૪૦), ઉમેશભાઈ લાભુભાઈ પ્રજાપતિ (ઉ.વ.૩૦) રહે. ત્રણે ભલગામડા ગામ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ. ૨૨૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. અન્ય એક ઈસમ બાલો ઉર્ફે નોંઘો લખમણભાઇ ભરવાડ રહે. ભલગામડા તા. હળવદવાળો સ્થળ પરથી નાસી જતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,706

TRENDING NOW