Monday, March 9, 2026

મોરબી જિલ્લાના રોડ ડામર પેચ વર્ક અને પેવરપટ્ટાની કામગીરી હાથ ધરાઇ

Advertisement
Advertisement
Advertisement

રોડ રીપેરીંગ મહાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં અનેક કામો પ્રગતિ હેઠળ

મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તક કુલ ૪૮૪.૪૭ કિ.મી. રસ્તાઓ આવેલ છે. જે પૈકી ૧૪૭.૬૦ કિ.મી. રસ્તાઓ હાલ ગેરંટી પીરીયડમાં છે તેના પેચવર્કની કામગીરી કરવા જે તે કોન્ટ્રાકટરોને જણાવેલ છે તથા ૩૧૫.૩૭ કિ.મી. રસ્તા ગેરંટી પીરીયડ સિવાયના હાલ ખાતા હસ્તક છે, જે રસ્તાઓ પૈકી ૧૨૭.૧૫ કિ.મી. નવા રીસરફેસ કરવાના મંજૂર થયેલ છે. જે ચોમાસાની સિઝન બાદ ટૂંક સમયમાં ચાલુ થશે. તેમજ બાકીની લંબાઈ ૧૮૮.૨૨ કિ.મી. પૈકીના રસ્તા પર ૨૧.૫૦ કિ.મી. ખરાબ સપાટી માંથી ૧૩.૩૫ કિ.મી. લંબાઈ પર ડામર પેચની કામગીરી થઈ ગયેલ છે તથા બાકીની લંબાઈ જેમ કે ૮.૧૫ કિ.મી. પર ડામર પેચની કામગીરી પ્રગતિમાં છે, જે એકાદ અઠવાડીયામાં પૂર્ણ થશે. પેચવર્ક પૂર્ણ થયે જેતે રસ્તાની ખરાબ લંબાઈમાં પેવરપટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવશે.

૭ વર્ષથી વધારે સમયથી ડામરકામ ન થયા હોય તેવા રસ્તો મીતાળા-નેકનામ-પડધરી રોડ, શનાળા-ખાનપર રોડ, રાજકોટ- મોરબી રોડ એસ.એચ.-૨૪ (સિટી લિમિટ મોરબી શહેર), માળિયા-પીપળીયા-હજનાળી રોડ, આમરણ-જીવાપર-માળેકવાડા રોડ, મોરબી-નાનીવાવડી-બગથળા રોડ, વાંકાનેર-અમરસર-મિતાણા રોડ, વાંકાનેર-કુવાડવા  રોડ, વાંકાનેર-દલડી-થાન રોડ, પલાસ-લુણસર-મંડણાસર રોડ, હળવદ-મયુરનગર-રાયસંગપર-ધનાળા-સુસવાવ રોડથી ૧૮/૦ વગેરેના રીકારપેટના કામ મંજુર થયેલ છે અને કોન્ટ્રાકટરોને વર્કઓર્ડર આપી દેવામાં આવેલ છે.

આમ રોડ મરામત મહાઅભિયાન અંતર્ગત મંત્રી માર્ગ-મકાનની સુચના અનુસાર મા.મ. વિભાગ, મોરબી દ્વારા રસ્તા રીપેરીંગ અંગેની કાર્યવાહી યુધ્ધના ધોરણે હાથ ધરેલ છે તેમ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ, મોરબી દ્વારા જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,595,185

TRENDING NOW