મોરબી: હાલમાં નોવેલ કોરોના વાયરસ (Covid-19) ના કેસોનો મોરબી જિલ્લામાં વધારો થયો હોવાનું ધ્યાને આવેલ છે. ઉપરાંત એપીએમસી ખરીદ કેન્દ્વ ખાતે ખરીદ અધિકારી/કર્મચારી સ્ટાફ પણ કોરોના સંક્રંમિત થયેલ છે.
જેથી કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તેમજ એપીએમસી ખરીદ કેન્દ્વો ખાતે દુરથી આવતા નાગરિકોમાં સંક્રમણનો ફેલાવો ન થાય તે હેતુથી અને જાહેર આરોગ્યની જાળવણીના હેતુસર જાહેર જનતાના હિતમાં જિલ્લાના તમામ એપીએમસી ખરીદ કેન્દ્વો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કામગીરી તા.૧૭/૦૪/૨૦૨૧ થી તા.૨૫/૦૪/૨૦૨૧ સુધી બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. પરિસ્થિતિ કાબુમાં આવ્યે તાત્કાલીક લધુત્તમ ટેકાના ભાવે ખરીદી ફરી શરૂ કરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પી. પટેલની યાદીમાં જણાવાયું છે.