Monday, March 9, 2026

મોરબી જિલ્લાના અલગ અલગ પો. સ્ટે. વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી તથા વિદેશી દારૂ વેચતા બે મહિલા સહિત 12 પકડાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના અલગ અલગ પો. સ્ટે. વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી તથા વિદેશી દારૂ વેચતા બે મહિલા સહિત 12 પકડાયા

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા રેઇડ કરતા ટોટલ 12 જગ્યાએ રેઇડ કરવામાં આવેલ છે જેમાં બે મહિલા આરોપીની અટક કરવામાં બાકી છે તેમજ ત્રણ અન્ય શખ્સોની અટક બાકી છે અને સાતને ઝડપી પાડી જે તે પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિસન એક્ટ મુજબ ગુન્હો નોંધી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે

1 ) સુરેશભાઇ અમરશીભાઇ સારલા જાતે કોળી ઉ.વ.૫૪ ધંધો મજુરી રહે. યોગીનગર ત્રાજપરખારી તા.જી.મોરબી વાળો ઇરોજ સીરામીકની પાછળ શોભેશ્વરરોડ મોરબી જાહેર ખરાબાવાળી જગ્યામા એક પ્લાસ્ટીકના બાચકામા કેફી પ્રવાહી દેશીદારૂ ની ૨૦૦ મીલીની કોથળીઓ નંગ ૫૦ જેમા દેશી દારૂ લીટર-૧૦ કિંમત રૂ.૨,૦૦૦/- નો દેશીદારૂ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હોય રેઇડ દરમિયાન હાજર મળી આવતા પ્રોહિબીશન એકટ મુજબ મોરબીસીટીબીડીવી.પો.સ્ટે ગુન્હો નોંધાયો

2 ) હાજીભાઇ મુસાભાઇ કુરેશી જાતે મતવા ઉ.વ.૩૨ ધંધો ભંગારના ડેલો રહે. કબીર શેરી નં.૩ મોરબી-૧ વાળાએ સર્કિટ હાઉસ સામે મફતીયાપરામાં જાહેર રોડ પર દેશી પીવાનો દારૂ ભરેલ આશરે ૨૫૦ મી.લી ની પ્લા . ની કોથળી નંગ-૩૨ દેશીદારૂ લીટર-૦૮ કી.રૂ.૧૬૦૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવતા પ્રોહિબીશન એક્ટ મુજબ મોરબીસીટીબીડીવી.પો.સ્ટે ગુન્હો નોંધવામાં આવેલ

3 ) કરણભાઇ ઉર્ફે રવિ ભોજાભાઇ પરમાર જાતે.રાજપુત ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે,સરાણીયાવાસ શક્તિ ચેમ્બર સામે ને.હા. રોડ મોરબી વાળો મોરબી-૨ મહેન્દ્રનગર ચાર રસ્તા રજવાડી ટી સ્ટોલ પાસે જાહેરમાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ બ્લેન્ડર પ્રાઇડ સિલેકટ પ્રિમ્યમ વ્હિસ્કી ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલ બંધ બોટલ નંગ.૧ કિ.રૂ.૧૮૦૦/- નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખેલ હોય મળી આવતા મોરબીસીટીબીડીવી.પો.સ્ટેને પ્રોહી એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે

4 ) લક્ષ્મીબેન વિજયભાઇ અદગામા કોળી ઉ.વ.૪૫ ધંધો ઘરકામ રહે. ત્રાજપર અવેડાપાસે મોરબી.-૨ (મહિલા આરોપી હોય અટક કરેલ નથી) મોરબી-૨ ત્રાજપર ગામે આવેલ અવેડા પાસે આરોપી મહીલાએ ગેર કાયદેસર રીતે પ્લા.ના બાચકામાં કેફી પ્રવાહી દેશીદારૂ ભરેલ પ્લાસ્ટીકની ૨૦૦ મી.લી.ની કોથળીઓ નંગ-૮૦ લીટર-૧૬ કિ.રૂ.૩૨૦૦/-નો મુદામાલ સાથે મળી આવતા મોરબીસીટીબીડીવી.પો.સ્ટેને પ્રોહી. એક્ટ. મુજબ ગુન્હો નોંધવામાં આવેલ

5 ) રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ મમુભાઇ અખીયાણી જાતે.કોળી ઉ.વ.૩૧ ધંધો.મજુરી સીરામીક સીટી અવધ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૧ મોરબી મૂળ રહે,૨૨૪ કોળીવાસ મોટી હમીરપર વાળો મહેન્દ્રનગર ચાર રસ્તા ઇન્ડીયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે જાહેરમાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ઓલ સિઝન્સ ગોલ્ડ કલેકસન રીઝર્વ વ્હિસ્કી ૭૫૦ મી.લી.ની શીલ બંધ બોટલ જેના ઉપર ફોર સેલ ઇન ઓનલી પંજાબ લખેલ શીલપેક બોટલ નંગ-૦૧ કિ.રૂ.૧૪૦૦/- નો મુદ્દામાલ મળી આવતા મોરબીસીટીબીડીવી.પો.સ્ટે પ્રોહી. એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ

6 ) હુસેનશા મહમદશા શાહમદાર જાતે ફકિર ઉ.વ.૪૨ ધંધો-મજુરી રહે-કુલીનગર -૦૧ વીશીપરા મોરબી વાળો મોરબી તાલુકા પીપળી ગામની સીમમાં મનીષકાંટા પાસે બાચકામાં કેફી પ્રવાહી દેશી પીવાના દારૂની ૨૦૦ મી.લીના માપની ક્ષમતા વાળી કોથળીઓ નંગ-૮૫ દેશી દારૂ લી-૧૭ કિ.રૂ.૩૪૦૦/- નો મુદા માલ સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન. ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે

7 ) યાસ્મીનબેન ઉર્ફે જાડી વા/ઓ રહીમભાઇ સુમારભાઈ આદમાણી જાતે સંધી ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે.વાંકાનેર રાજાવડલા રોડ યાર્ડની સામે વાંકાનેર જી.મોરબી (મહીલા આરોપી હોય સુર્યાસ્ત પછી નો સમય હોય મહીલા કર્મચારી હાજર ન હોય જેથી અટક કરવા ઉપર બાકી ) વાળા વાંકાનેર ચંદ્રપુર માર્કેટયાર્ડ સામે ક્રીકેટના મેદાન પાસે દેશી દારૂ લીટર-૧૦ કિં.રૂ.૨૦૦૦/- નો મુદા માલ મળી આવતા વાકાનેર સીટી પોલીસ સ્ટેસન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે

8 ) પુનાભાઇ શામજીભાઇ વીરસોડીયા જાતે.કોળી ઉવ.૪૫ ધંધો.ખેતી રહે.તીથવા કુબા વિસ્તાર તા.વાંકાનેર વાળો તીથવા ગામે નાલા પાસે જાહેરમા દેશી દારૂ લી.૦૫ કી. રૂ.૧૦૦૦/- નો મુદા માલ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ છે

9 ) વલ્લભભાઇ વીકુભાઇ વાઘેલા જાતે દેવીપુજક ઉવ.૩૨ ધંધો મજુરી રહે હાલ-ઢુવા,વિર વચ્છરાજ હોટલ પાછળ તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-ગારીડા (બામણબોર) તા.જી.રાજકોટ વાળો ઢુવા ગામની સીમ એ.કે.હોટલ પાછળ ખરાબામાં પ્લાસ્ટીકના બાચકામાં આશરે ૨૫૦ એમ.એલ. ની ક્ષમતાવાળી કેફી પ્રવાહી ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓ નંગ ૨૦ દેશી દારૂ લીટર ૦૫ રૂ.૧૦૦૦ ના મુદામાલ સાથે મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિસન એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે

10 ) ગણેશભાઇ ઉર્ફે કાળુભાઇ લાભુભાઇ બજાણીયા જાતે કોળી રહે.કોળી વાસ હાઇસ્કુલ પાસે જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી (પકડવા પર બાકી) વાળો
જુના દેવળીયા ગામે આવેલ આરોપીના રહેણાંક મકાનના ફળીયામાં પ્લા.ની થેલીમા કેફી પ્રવાહી દેશીદારૂ ભરેલ પ્લાસ્ટીકની ૭૫૦ મી.લી.ની કોથળીઓ નંગ-૫૮ દેશીદારૂ લીટર-૪૩ કિ.રૂ.૮૬૦૦/-નો મુદામાલ મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિસન એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ

11) મયુર બચુભાઇ કોળી રહે. ગામ માથક, તા.હળવદ, જી.મોરબી
( આરોપી અટક કરવા પર બાકી ) વાળો માથક ગામની સીમ સુંદરી ભવાની રોડ ઉપર વડેસરવાળી સીમમાં આરોપીની વાડીએ દેશી દારૂની પ્લાસ્ટીકની કોથળીઓ નંગ ૦૨ જે કુલ દેશી દારૂ લીટર-૧૦ જેની કિં.રૂા.૨૦૦૦/- મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિસન એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે

12 ) નરેશભાઈ ધરમશીભાઇ કોળી રહે ગામ ટીકર તા.હળવદ જી.મોરબી ( આરોપી અટક કરવા પર બાકી ) વાળાએ
ટીકર ગામની સીમ ગુંદરાણી તળાવની પાળ ઉપર બાવળની કાંટમાં દારૂ બનાવવાનો ઠંડો આથો ૬૦૦ લીટર કુલ કિ.રૂા.૧૫૦૦૦/- નો પ્રોહી મુદામાલ રાખી રેઈડ દરમ્યાન હાજર મળેલ નથી હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિસન એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે

Related Articles

Total Website visit

1,595,119

TRENDING NOW