Monday, March 9, 2026

મોરબી: જાળીયા ગામે શારીરિક અને માનસીક દુ:ખ ત્રાસ આપતાં સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: જાળીયા ગામે શારીરિક અને માનસીક દુ:ખ ત્રાસ આપતાં સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી

મોરબી: રાજકોટ જિલ્લાના જાળીયા ગામે પરણીતાને મેણા ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપી કેશ પાછો ખેચી લે નહી તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરમાં પેડક સોસાયટી શેરી નં-૨ માં રહેતા અવનીબેન જીજ્ઞેશભાઇ ચાવડા (ઉ.વ.૨૬)‌ એ આરોપી જીજ્ઞેશભાઈ મનસુખભાઈ ચાવડા(પતિ), મનસુખભાઈ લક્ષ્મણભાઈ ચાવડા (સસરા) , મંજુલાબેન મનસુખભાઈ ચાવડા (સાસુ), જયદેવભાઈ મનસુખભાઈ ચાવડા(જેઠ), દક્ષાબેન જયદેવભાઈ ચાવડા(જેઠાણી), મનીષાબેન મનસુખભાઈ ચાવડા (નણંદ), મમતાબેન મનસુખભાઈ ચાવડા (નણંદ) રહે.-બધા ગામ-જાળીયા તા.જી.રાજકોટ વાળા વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮-૦૪-૨૦૧૭- થી તા.૦૭-૦૬-૨૦૨૨ સુધી સાસરીયા પક્ષ વાળા આરોપીઓએ ફરીયાદીને નાની-નાની બાબતો તથા ધરકામ બાબતે તેમજ તુ કરીયાવરમા કઈ સારૂ લાવેલ નથી તેમ અવાર-નવાર મેણા-ટોણા બોલી અને બોલા-ચાલી કરી ઝગડો કરી ભુંડા બોલી ગાળો આપી મારપીટ કરી તેમજ આરોપી જીજ્ઞેશભાઇ તથા મનસુખભાઇએ ફરીયાદીને કરેલ કેશ પાછા ખેચી લેજે નહીતર જીવતી રહેવા દઈશુ નહી તેમ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના પતિને ચડામણી કરી આરોપીઓએ ફરીયાદીને શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપતાં હોવાથી પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,179

TRENDING NOW