Sunday, May 4, 2025

મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે બરફ ના શિવલીંગ ના દર્શન યોજાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે બરફ ના શિવલીંગ ના દર્શન યોજાયા.

રામધન આશ્રમ ના રત્નેશ્વરીદેવીજી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, રઘુવંશી અગ્રણી શ્રી કીશોરભાઈ ચંડીભમર, નૈમિષભાઈ પંડિત સહીતનાઓની પ્રેરક ઉપસ્થિતી. વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસ ના પ્રથમ સોમવારે શિવભક્તો માટે બરફ ના શિવલીંગ ના દર્શન નુ અનેરુ આયોજન કરવા માં આવ્યુ હતુ. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ દર્શન નો લાભ લીધો હતો તેમજ ફરાળ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તે ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવ ના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવા મા આવી રહી છે.. મોરબી જલારામ મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવા માં આવે છે ત્યારે શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ભક્તજનો માટે ફરાળ મહાપ્રસાદ નુ આયોજન કરવા માં આવે છે. મહાદેવ ના રૂદ્રાભિષેક, લઘુરુદ્રી સહીત ની પૂજા માટે ભાવીનભાઈ ઘેલાણી-મો.૮૭૫૮૧૨૦૪૩૫, અનિલભાઈ સોમૈયા-મો.૮૫૧૧૦૬૦૦૬૬, હીતેશભાઈ જાની-મો.૯૮૨૫૩૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ-મો.૯૦૯૯૬૦૦૦૮૧ નો સંપર્ક કરવો તેમ સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે.

Related Articles

Total Website visit

1,502,732

TRENDING NOW