Wednesday, March 11, 2026

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદી નુ વિતરણ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદી નુ વિતરણ

જલારામ મંદિર ના અડદીયા બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા શુધ્ધ તેલ માંથી ઉંધિયુ બનાવવા મા આવશે પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલ માંથી બનેલ ઉંધિયા વિતરણ નુ આયોજન કરવા મા આવેલ છે. મોરબી જલારામ મંદિર ના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવા માં આવશે તેમજ ડ્રાઈફ્રુટ થી ભરપુર બાસુંદી નુ વિતરણ કરવા માં આવશે. ઉંધિયુ પ્રતિકીલો રૂ.૧૪૦ ના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો રૂ.૨૫૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે. ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪-૧-૨૦૨૩ શનિવાર મકરસંક્રાંતિ ના રોજ સવારે ૯ કલાક થી શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે થી થશે. ઉંધિયુ તથા બાસુંદી મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ, સવરાજ ટ્રેડર્સ- લોહાણા મહાજન વાડી, જનતા શોપ સામે નો સંપર્ક કરવા સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી એ યાદી મા જણાવ્યુ છે.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related Articles

Total Website visit

1,595,286

TRENDING NOW