Sunday, June 21, 2026

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી સતવારા સમાજ અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી સતવારા સમાજ અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા. વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદ યોજવા માં આવે છે ત્યારે મોરબી સતવારા સમાજ ના અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા ના માતુશ્રી સ્વ. રતનબેન રામજીભાઈ કંઝારીયા નુ તાજેતર માં અવસાન થતા કંઝારીયા પરિવાર દ્વારા સદ્ગત નાં સ્મરણાર્થે સદાવ્રત માં મહાપ્રસાદ યોજવા માં આવ્યો હતો. આ તકે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ચંડીભમર સહીત ના અગ્રણીઓએ સદ્ગત ને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related Articles

Total Website visit

1,608,942

TRENDING NOW