મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તેમજ સાંજે ભોજન પ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરત ચલાવવામાં આવી રહ્યો છે.
ત્યારે મોરબીના મહેશભાઈ મુલચંદભાઈ રાચ્છ દ્વારા તેમના ૬૮માં જન્મદિવસની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં પ્રસાદ યોજવામાં આવ્યો હતો. તેમના જન્મદિવસની પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી સહીતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી.
