Sunday, May 4, 2025

મોરબી: ચોરી અને છળકપટથી મેળવેલ 17 મોબાઇલ સાથે બે ઇસમો ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

મોરબી: નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદિપસિંહ એ પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાને મિલ્ક્ય સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવાજરૂરી સૂચના આપતા પોલીસ અધિક્ષક મોરબી નાઓએ ઉપરોક્ત કામગીરી કરવા વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી નાઓને જરૂરી સુચના આપતા જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પોલીસ સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ASI રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ અશોકસિંહ ચુડાસમાને હકિકત મળેલ કે મોરબી, લાલપર ગામના ઝાંપા પાસે, નેશનલ હાઇવે રોડ ઉપરથી બે ઇસમો કે જે ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન વેચવા કે સગેવગે કરવા માટે નિકળનાર છે.

તેવી ચોક્કસ હકિકત આધારે તપાસ કરતા આરોપી વિકાસ બીગનભાઇ પાસવાન (ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે સીનીયર સીરામીક કારખાનાની ઓરડીમાં લાલપર ગામ તા.જી.મોરબી મુળ રહેમોહનાપુર તારૂપેઢીયા થાના રૂપેઢીયા જી.બેહરેજ ઉત્તરપ્રદેશ),કૌશલકુમાર દેવપ્રસાદ કમલેશપ્રસાદ પાસવાન (ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે સીનીયર સીરામીક કારખાનાની ઓરડીમાં લાલપર ગામ તા.જી.મોરબી મુળ રહેમોહનાપુર તારૂપેઢીયા થાના રૂપેઢીયા જી.બેહરેજ.ઉત્તરપ્રદેશ) બંન્ને ‌ઇસમો મોબાઇલ ફોન સાથે મળી આવતા જેઓને રોકી તેઓની જરૂરી પુછપરછ કરી તેઓની પાસે રહેલ ચીજવસ્તુ ચેક કરતા અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ ૧૭ મળી આવતા જેઓની મોબાઇલ ફોન બાબતે સઘનપુછપરછ કરતા આ મોબાઇલ તેઓએ અલગ અલગ તારીખ લાલપર તથા લગધીરપુર વિસ્તારમાં આવેલ કારખાનાની મજુરોની ઓરડીઓમાંથી આ મોબાઇલ ફોન ચોરી કે છળકપટથી સેરવીને મેળવેલ હોવાનુ જણાવતા હોય જેથી પકડાયેલ બન્ને ઇસમો પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૭ કિ.રૂ. ૮૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છ.

આ કામગીરી કરનાર અધિકારીઓ
વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા ASI રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, હેડ કોન્સ્ટેબલ દિલીપચૌધરી, શકિતસિંહ ઝાલા, જયેશભાઇ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ અશોકસિંહ ચુડાસમાં સતિષભાઇ કાંજીયા વિગેરે જોડાયેલ હતા.

Related Articles

Total Website visit

1,502,734

TRENDING NOW