Saturday, May 3, 2025

મોરબી ચેક રીટર્ન કેસમાં રૂ.5,27,542/- તથા ચેક ની રકમ ના વાર્ષિક 9% વ્યાજ સાથે 1 વર્ષ ની સજા

Advertisement
Advertisement
Advertisement

શ્રી સુવીધા ક્રેડિટ ક્રો.ઓ. સોસાયટી લી. મંડળીમાંથી ધિરાણ(લોન)ની ચૂકવણી ન કરનાર સખશને સજા ફટકારતી એડી ચીફ જ્યુડી. કોર્ટ

મોરબી શહેર માં આરોપી ને કસુરવાન ઠેરવી ને રૂ.5,27,542/- વાર્ષિક 9% વ્યાજ સાથે 1 વર્ષ ની સાદી કેદ ની સજા ફટકારી છે.

યમુના નગર – 2, નવલખી રોડ, તા.,જી. મોરબી ગ્રામના રહેવાસી જાડેજા વિક્રમસિંહ મીઠુભા એ તા.12/09/2019 ના રોજ શ્રી સુવીધા ક્રેડિટ ક્રો.ઓ. સોસાયટી લી. મોરબી પાસે થી ધંધાની સવલત માટે રૂ 4,00,000/- ધિરાણ(લોન) મેળવેલ હતી આ ધિરાણ(લોન) ની વસુલાત માટે આરોપી જાડેજા વિક્રમસિંહ મીઠુભા એ શ્રી સુવીધા ક્રેડિટ ક્રો.ઓ. સોસાયટી લી. 2,63,771/- નો ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં શ્રી સુવીધા ક્રેડિટ ક્રો.ઓ. સોસાયટી લી. ના ઓથો. રાજેશકુમાર અમરશીભાઇ મારુ એ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 અન્વયે મોરબીના મહે એડી.ચીફ જયુડિ. મેજી. સાહેબ ની કોર્ટમાં મોરબી ના જાણીતા વકીલ શ્રી કાનજી એમ. ગરચર દ્રારા કેસ દાખલ કરેલ હોઈ, જે કેસ ચાલી જતાં મોરબી એડી. ચીફ જયુડિ. મેજી. શ્રી ડી.કે.ચંદાણી સાહેબએ આરોપી ને 1 વર્ષ ની સાદી કેદ ની સજા અને ચેક ની રકમ રૂ.2,63,771/- ની ડબલ રકમનો દંડ અને દંડ ચૂકવવા માં કસુર થયેથી 3 મહિના ની કેદ અને દંડ ની રકમ માંથી ફરિયાદી ને ચેક ની રકમ તેમજ તેના પર 9% લેખે વાર્ષિક વ્યાજ ચૂકવવા નો ચુકાદો આપેલ છે જે કેસ માં ફરિયાદી તરફે મોરબી ના જાણીતા વકીલ શ્રી કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.

 

 

Related Articles

Total Website visit

1,502,726

TRENDING NOW