મોરબી: આજથી ભારત વર્ષમાં નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે દેશના તમામ લોકો દિવાળી પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરતા હોય છે અને નવા વર્ષમાં લોકો નવા વિચારો સાથે નવા વર્ષની શરૂઆત કરતા હોય છે. ત્યારે મોરબી જિલ્લામાં વર્ષોથી ચાલતું સામાજિક સેવા ટ્રસ્ટ એટલે કે મોરબી જિલ્લામાં ગરીબ, મધ્યમવર્ગના અને જેમનું કોઈ નથી એટલે કે જે લોકો નિરાધાર હોય એવા લોકોની સાથે રહીને એમને તમામ રીતે સેવા પૂરું પાડતું સેવાકીય ટ્રસ્ટ એટલે ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ જ્યારે દેશના લોકો પોતાના પરિવાર, સગા-સંબધી અને મિત્રો સાથે જ્યારે દિવાળીનો તહેવારની ઉજવણી કરતા હોય છે.
જેમાં મોરબી ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટ અને એમના પ્રમુખ ખુશિબેન અને તેમના ટ્રસ્ટના તમામ સભ્યો દ્વારા આજરોજ નક્કી કરવામાં આવ્યું કે, આપને આ વર્ષે દિવાળીનો તહેવાર એવી રીતે ઉજવણી કરીએ કે જેમનું આ દુનિયામાં કોઈ નથી એવા લાખો પરિવારના ગરીબ બાળકો રહે છે. અને જેમને દિવસમાં એક વારનું પણ બરાબર ખાવાનું મળતું નથી ત્યારે આપને બધા આજે એવા પરિવારના ભૂખ્યા અને ગરીબ બાળકો વચ્ચે જઈને આપને એમને નાસ્તો વિતરણ કરીશું અને કહેવત મુજબ સાચી માનવ સેવા ભૂખ્યા.ને ભોજન આપવું એ ઉદાહરણથી ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્રારા અને તેમના પ્રમુખ ખુશીબહેન અને તેમની ટીમ દ્વારા મોરબી જિલ્લાના 1 હજારથી વધુ ગરીબ બાળકોને ફ્રુડ પેકેટ વિતરણ જેમ કે ગાઠીયા, મગજ અને મોંથાર જેવી વસ્તુઓના પેકેટ આપવામાં આવ્યા હતા.

ટ્રસ્ટના પ્રમુખ અને એમની તમામ ટીમના સાથી સભ્યો એટલે કે આશરે પચીસ જેટલી દીકરીઓ દ્વારા ગરીબ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ તકે ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું કે, આપણે ત્યાં કહેવત છે કે જે લોકો સારું અને સેવાનું કામ કરતા હોય ત્યારે દેવા વારા આપણા સેવાભાવી લોકોનો કોઈ તુટો નથી રહેતો એવી જ રીતે આ સેવાભાવી ટ્રસ્ટ એટલે કે ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટના આ ગરીબ અને ભૂખ્યા બાળકોને ભોજન અને નાસ્તો આપવામાં આવે છે. જેમને આગળ આવીને આ તમામ દીકરીઓને આર્થિક રીતે જેમને રાહત આપી એવા મોરબી જિલ્લાના અગ્રણીઓ જેઓ વર્ષોથી મોરબી જિલ્લામાં સારા કામોમાં હંમેશા આગળ રહેતા એવા મોરબી જિલ્લામાં આવેલા બાલાજી પોલીપેક પલાસ્ટ.સમ્રાટ જવેલર્સ ધ બિગેસ્ત મોલ અને મિમાંશી કત્રક્સન જેવા અનેક દાતાઓ સહકારથી મોરબી જિલ્લામાં ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હજારો ગરીબ બાળકોને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો હતો.
સાથે મેહુલ એરવાડિયા અને અમારી હળવદ ધાંગધ્રા તમામ અમારા ટીમના સભ્યો મોરબી ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને સાથે સાથે તમામ દીકરીઓને નવા વર્ષની શુભકામના અને તેઓ જીવનમાં ખૂબ જ સારા અને સેવાકીય પ્રવૃતિઓમાં આગળ વધે અને કામો કરતા રહે એવી આજરોજ નવા વર્ષના દિવસોમાં માતાજી એમને ખૂબ જ સારી શક્તિ અને સારું આરોગ્ય પ્રદાન કરે એવી માતાજીના ચરણોમાં અમે અને અમારી ટીમ પ્રાથના કરી હતી.
