Sunday, June 7, 2026

મોરબી:- ગ્રીનચોક વિસ્તારમાંથી જુગારીઓને પકડી પાડતી મોરબી એલસીબી.

Advertisement
Advertisement
Advertisement

મોરબી:- ગ્રીનચોક વિસ્તારમાંથી જુગારીઓને પકડી પાડતી મોરબી એલસીબી.

મોરબી એલસીબી દ્વારા મોરબીના ગ્રીનચોક વિસ્તારમાંથી જુગાર રમતા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
મોરબી એલસીબી તેમજ પરોલ ફલો સ્કવોર્ડ સ્ટાફ કાર્યરત હોઈ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હોય કે મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવે જવેરીશેરીના નાકા પાસે અમુક ઇસમો જુગાર રમતા હોઈ ત્યારે બાતમીના આધારે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા ઇસમો મળી આવ્યા હતા. ત્યારે તેમનું નામઠામ પૂછતા તેઓ
(૧) કલ્પેશભાઈ લુવાણા
(૨) નરેન્દ્ર ઉર્ફે નલો સોની
(૩) પરેશ ઉર્ફે પ્રદીપભાઈ સોની
(૪) ભરતભાઈ શુક્લ
(૫) દેવદીપગિરિ ગૌસ્વામી
(૬) દીપકભાઈ વાણંદ
(૭) ઉદયગીરી ગૌસ્વામી
(૮) ગોવીંદભાઇ સોની રહે બધા મોરબી વાળા હોઈ ત્યારે એલસીબી દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત તેમની પાસેથી ૭૦,૫૦૦/- ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ધોરણસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,607,830

TRENDING NOW