Sunday, May 4, 2025

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા એવોર્ડ સન્માન સમારોહમાં સેવાકિય સંસ્થાઓનું સન્માન કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા એવોર્ડ સન્માન સમારોહમાં સેવાકિય સંસ્થાઓનું સન્માન કરાયું

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિશ્વ ગ્રાહક સપ્તાહ દિવસ નિમિત્તે મોરબીની દશાશ્રીમાળી જૈન વણિક ભોજન શાળા ખાતે એવોર્ડ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેવાકિય સંસ્થા ઉપરાંત કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રમાણિક વેપારીઓનું સન્માન કરાયું હતું.

જેમાં મોરબીમાં છેલ્લા 4 વર્ષથી કાર્યરત કર્તવ્ય જીવદયા કેન્દ્ર અબોલ જીવ પ્રત્યે સેવાકાર્ય કરી રહ્યું છે. જે બદલ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોનું સન્માન કરાયું હતું. તે ઉપરાંત મોરબીમાં ૨૪ કલાક બ્લડની જરૂરિયાત પુરી પાડતું યુવા આર્મી ગ્રુપના સભ્યો તથા અનસ્ટોપેબલ વોરીયરના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રાહક સુરક્ષા મંડળ મહિલા શાખા પ્રમુખ રેણુકાબેન કે મહેતા, ઉપપ્રમુખ ક્રિષ્નાબેન એચ.મહેતા, મંત્રી કનકબેન બી.ભટ્ટ, સહમંત્રી કાજલબેન ડી.ભટ્ટ, મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ, મંત્રી રામભાઈ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,732

TRENDING NOW