Sunday, May 4, 2025

મોરબી: ગુજરાતની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૨૯૩૮ શિક્ષણ સહાયકોની ભરતી

Advertisement
Advertisement
Advertisement

પ્રતીકરૂપે મોરબી જીલ્લાની કુલ-૬ બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ ૧૫ શિક્ષણ સહાયકોને  કલેકટરના હસ્તે નિમણુંક હુકમો એનાયત કરાશે.

મોરબી: બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી-૨૦૨૧ અન્વયે શાળા ફાળવણી પામેલ રાજયના કુલ ૨૯૩૮ ઉમેદવારોને આગામી તા.૦૧/૦૬/૨૦૨૧ ના રોજ ભલામણપત્ર અને નિમણુંક હુકમ પ્રતિનિધિરૂપ પાંચ ઉમેદવારોને મુખ્યમંત્રીના વરદ હસ્તે એનાયત કરવામાં આવનાર છે. જે અન્વયે મોરબી જીલ્લાની કુલ-૬ બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ ૧૫ ઉમેદવારોને કલેકટર મોરબીના વરદ હસ્તે નિમણુંક હુકમો એનાયત કરવામાં આવશે.

આ અંગે YouTube ના માધ્યમથી https://youtu.be/l5RtbZovZOs લિંક પર તા.૦૧/૦૬/૨૦૨૧ ના રોજ ૧૦:૩૦ કલાકથી લાઈવ પ્રસારણ થનાર છે. આ પ્રસારણને મોરબી જીલ્લા કચેરીના તમામ કર્મચારીઓ, તમામ શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા તમામ ઉમેદવારો પોતાના મોબાઈલના માધ્યમથી નિહાળવા જિલ્લા શિક્ષણાધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,727

TRENDING NOW