મોરબી: ગીર સોમનાથ જીલ્લાના રહીજ ગામના વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમા આર્મીમાં ફરજ બજાવતા હતા. તેઓ 32 વર્ષની યુવાવયે જયપુર ઘોડેસવારીમાં શહીદ થયા હતા. ત્યારે મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને સેવાભાવી યુવા અજયભાઇ લોરીયા તથા તેમની ટીમ દ્વારા શહિદ વિક્રમસિંહના પરિવારને રૂબરૂ મળીને રૂ. 1 લાખની આર્થિક સહાય અર્પણ કરી હતી.

ત્યારે સતત સેવાકીય કાર્યમાં અગ્રેસર રહેતા અજયભાઇ લોરીયા તથા તેમની ટીમ દ્વારા આ અગાઉ પણ પુલવામાં હુમલાના શહીદોના પરિવારોને રૂબરૂ મળી આર્થિક સહાય પહોંચાડી હતી. ત્યારે શહિદ વિક્રમસિંહના પરિવારને રૂ.1 લાખની આર્થિક સહાય રીતે મદદરૂપ થઇમાં ભારતીનું ઋણ ચૂકવી અજય લોરીયાએ ધન્યતા અનુભવી હતી.
