Saturday, May 3, 2025

મોરબી: ખુનના ગુન્હામાં જામીન મુક્ત થય વિસ દિવસથી ફરાર આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ખુનના ગુન્હામાં જામીન મુક્ત થય વિસ દિવસથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી: મોરબી સબ જેલમાંથી બે ખૂન કેસમાં સંડોવાયેલ કાચા કામનો આરોપી છેલ્લા વીસ દિવસથી વચગાળાના જામીન ઉપરથી ફરાર હોય જેને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબી ટીમે પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગરનાઓએ સમગ્ર ગુજરાત રાજયમાં નાસતા ફરતા, પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા તથા જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા સારૂ ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક મોરબી જિલ્લાનાઓએ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલસીબી મોરબીનાઓને સુચના આપતા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો આ કામગીરી કરવા પ્રયત્નશીલ થઇ આરોપીઓને પકડી પાડવા કાર્યરત હતાં

તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલને ખાનગી બાતમીરાહે મળેલ બાતમીના આધારે, માળીયા (મિ.) પોલીસ સ્ટેશનના આઇ.પી.સી કલમ ૩૦૨,૫૦૪,૧૧૪ વિગેરે કામે કાચા કામનો આરોપી સુનીલભાઇ લાભુભાઇ કોરડીયા ઉવ.૩૨ રહે. વેણાસર તા. માળીયા મિ. જિ, મોરબી વાળો ખુનના ગંભીર ગુનામાં મોરબી સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે હોય જેણે નામ, ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી તા. ૦૨/૦૯/ ૨૦૨૨ થી તા. ૦૯/ ૦૯/૨૦૨૨ સુધીના વચ્ચગાળાના જામીન મેળવી જામીન મુકત થયેલ હોય જે વચ્ચગાળાના જામીન ઉપરથી મજકૂરને તા.૧૦/૦૯/૨૦૨૨ નારોજ મોરબી સબજેલ ખાતે હાજર થવાનું હોય જે હાજર નથી થઇ જેલ ફરારી થયેલ હોય જે આરોપી મોરબી તાલુકાના મધુપુર ગામે હોવાની મળેલ હકિકત આધારે આજરોજ તા.૦૧/૧૦/૨૦૨૨ નારોજ આરોપીને પકડી પાડી હસ્તગત કરી કોવીડ-૧૯ મેડીકલ તપાસણી કરાવડાવી મોરબી સબજેલ હવાલે કરવામાં મોરબી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.

Related Articles

Total Website visit

1,502,724

TRENDING NOW