Sunday, May 4, 2025

મોરબી ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે નવું સિંચાઈ સેવા સદન બાંધવા ધારાસભ્યની માંગ

Advertisement
Advertisement
Advertisement

મોરબી-માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને વિગતે રજૂઆત કરી મોરબી ખાતે શનાળા રોડ ઉપર આવેલ હૈયાત સિંચાઇ વિભાગની કચેરીના જૂના મકાનો અને અઢી વીંઘા જેટલી ખુલ્લી જમીન આવેલ છે ત્યાં નવું સિંચાઇ સદન બાંધવું જરૂરી છે.

આ અંગે તત્કાલીન રાજ્ય કક્ષાના સિંચાઇ મંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી પણ આપેલ છે અને માર્ગ-મકાન વિભાગે ૯.૯૫ કરોડનું બ્લોક એસ્ટિમેન્ટ પણ તૈયાર કર્યું છે. આ નવા સિંચાઇ સેવા સદનમાં મોરબી ખાતેની સીંચાઈની અને નર્મદાની સેક્શન ઓફિસ, નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઈજનેરની જુદી – જુદી ૧૬ કચેરીઓ, ૧ લેબોરેટરી, ર સમિતિ ખંડ અને ર રેસ્ટ રૂમનો સમાવેશ કરી શકાય તેમ છે. મોરબી હાલ જિલ્લા કક્ષાનું મથક હોય જિલ્લા સિંચાઇ સેવા સદન બાંધવા અંદાજે રૂ. ૧૦ કરોડ ફાળવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખાસ માંગણી કરી છે.

Related Articles

Total Website visit

1,502,734

TRENDING NOW