આજ રોજ તા. 30/07/24 નાં વહેલી સવારના સમયે ભુસ્તરશાત્રીશ્રી મોરબી જે એસ વાઢેરની સૂચનાથી તેમની ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને માઇન્સ સુપરવાઇઝર મિતેષ ગોજીયા દ્વારા મેસરીયા તા. વાંકાનેર ખાતે આકસ્મિક રોડ ચેકિંગ કરતાં ત્રણ ડમ્પર અનુક્રમે (1) GJ13AW6451 (2) GJ03 BZ4549 (3) GJ03BV6748 નંબરો વાળા ડમ્પરોને સાદી રેતી ખનીજનાં રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડી સીઝ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વાંકાનેર ખાતે મુકવામાં આવેલ છે.