મોરબી: ગુજરાત સરકાર ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવની જોગવાઇ મુજબ પોલીસ દળ, હોમગાર્ડ, સીવીલ ડીફેન્સ, તથા જેલતંત્રના અધિકારી / કર્મચારીઓ રાજયમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન સંક્રમીત થયેલ કર્મચારી / અધિકારીના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુંટુંબને રૂા.૨૫,૦૦,૦૦૦/- ( પચ્ચીસ લાખ )ની સહાય આપવાની જોગવાઇ થયેલ છે.
તે મુજબ અત્રેના મોરબી જિલ્લામાં રીડર શાખામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધનસુખભાઇ કાનજીભાઇ ચાવડા નાઓ કોરોના વાયરસ સંક્રમણના કારણે ગત તા.૧૩/૦૪/૨૦૨૧ના રોજ દુઃખદ અવસાન થતા ગૃહ વિભાગના ઠરાવ મુજબ આશ્રિત કુંટુંબને સહાયની રકમ ચુકવવા માટે પોલીસ અધિક્ષક મોરબી તરફથી તાત્કાલીક દરખાસ્ત કરવામાં આવેલ હતી.
જે ઉપરથી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર તરફ થી સહાય મંજુર કરવા હુકમ થતા આજરોજ તા.૦૮/૦૭/૨૦૨૧ના રોજ પોલીસ સબ ઇન્સ્પેકટર સ્વ દલસુખભાઇ કાનજીભાઇ ચાવડાના સુપુત્ર નીખીલભાઇ ધનસુખભાઇ ચાવડાને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાઓએ જિલ્લાના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માનપુર્વક રૂ।. ૨૫,૦૦,૦૦૦/ (પચ્ચીસ લાખ ) નો ચેક સુપ્રત કરી સહાય ચુકવવામાં આવેલ છે.