મોરબી: મોરબીમાં સમર્પણ હોસ્પિટલ નજીક ચા ની હોટલ પાસે કેમ અમે કહી ત્યારે ઉભો રહેતો નથી તેમ કહી 4 શખ્સોએ યુવકને માર માર્યો હોવાની ફરીયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ મોરબીનાં સામાકાંઠે ભક્તિનગર સોસાયટીમાં રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયા(ઉં.વ.૩૨)એ વિનોદભાઈ કેશુભાઈ મકવાણા,સાગરભાઇ સોલંકી, જયેશભાઈ બાબુભાઈ ખરા તથા પ્રકાશભાઈ મહાલીયા (રહે બધા સમર્પણ પાછળ મોરબી-૨) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪નાં રોજ આરોપી વિનોદભાઈ કેશુભાઈ મકવાણાએ ફરિયાદીને ફોન કરી સમર્પણ હોસ્પિટલ પાસે આવેલ ચા ની હોટલ પાસે બોલાવીને તું કેમ અમે કહીએ ત્યારે ઉભો રહેતો નથી કહીને આરોપીઓએ ફરિયાદીને લાકડી વડે માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે..