મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્રના ઉપપ્રમુખ અને યુવા સેવાભાવી દિપ મેરજાનો આજે જન્મદિવસ છે. મુળ નારણકા ગામના અને હાલ મોરબી ફ્લોરા-158માં રહેતા તથા મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્રના ઉપપ્રમુખ દિપ પરેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ છે. આજે તેમણે 21 વર્ષ પુર્ણ કરી 22માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે સેવાકીય પ્રવૃતિ તથા કર્તવય જીવદયા કેન્દ્રમાં અબોલ પશુ-પંક્ષીઓની સેવા આપતા દિપભાઇને ઠેર-ઠેરથી જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિપ મેરજા સેવાકિય પ્રવૃતિ સાથે જીવદયાપ્રેમી હોવાથી મોરબીમાં ક્યાંય પણ પશુ-પક્ષી ઘાયલ હોય તો કર્તવ્ય જીવદયા કેન્દ્રને જાણ થતાં તેમની ટીમ દોડી જાય છે. અને ઘાયલ પશુ-પંક્ષીઓને સારવાર આપે છે. એટલું જ નહીં વધુ ઘાયલ અબોલ પશુ-પક્ષીને ઘુનડા રોડ ખાતે આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં રાખી તેની સંર્પુણ દેખરેખ રાખી સેવા આપવામાં આવે છે. જેથી સેવાકિય પ્રવૃતિ સાથે જીવદયા પ્રેમી દિપભાઇ મેરજાના અનેક વાર સન્માન પણ કરવામાં આવ્યા છે. સાથે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવાર તથા સંગા-સંબધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી દિપ મેરજા મો.90164 99999 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
