મોરબી જિલ્લા ક્રોંગ્રેસ ઓ.બી.સી પ્રમુખ રાજુભાઈ આહિરની અધ્યક્ષતા કોંગ્રેસ કાર્યાલય ખાતે મિટિંગ યોજાય હતી. જેમાં મોરબી જિલ્લાના ઓ.બી.સી ના 50 જેટલા નવા હોદેદારોને નિમણુકો આપવામાં આવી હતી.

જેમાં આગામી 2022 ની વિધાનસભા ની ચુંટણી આવી રહી છે તેમા મોરબી જિલ્લા માં ત્રણેય બેઠકો ઉપર ક્રોંગ્રેસના વિજય થશે તેવો વિશ્વાસ કોંગ્રેસના આગેવાનોએ વ્યક્ત કરેલ છે. અને તેની સાથોસાથ ગુજરાતમાં કોંગ્રેસ સતા ઉપર આવશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ તમામ લોકો કે જેના કોરોના દરમિયાન અવસાન થયેલ તેના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય કૉંગ્રેસ દ્વારા આપવામાં આવશે.

આ તકે મોરબી જિલ્લા પ્રભારી ડો. દિનેશભાઈ પરમાર , મોરબી જિલ્લા ઓ.બી.સી પ્રભારી પ્રવીણભાઈ મૈયડ, મોરબી જિલ્લા પ્રમુખ જેન્તીભાઈ પટેલ, લક્ષ્મણભાઈ કણઝારિયા,વિનોદભાઈ ડાભી,રમેશભાઈ રબારી, શોનગરા તેમજ મનસુખભાઇ વાઘેલાએ હાજરી આપી હતી.





