Monday, March 9, 2026

મોરબી એ ડિવિઝન પોલીસે બે અલગ અલગ રેડમાં આઠ જુગારીઓને પકડી પાડ્યા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી એ ડિવિઝન પોલીસે બે અલગ અલગ રેડમાં આઠ જુગારીઓને પકડી પાડ્યા.

મોરબી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી અને રવાપરના બોની પાર્ક માં રેડ કરી હતી ત્યારે બંને સ્થળ પરથી જુગાર રમતા કુલ આઠ જેટલા જુગારીઓને પકડી પાડ્યા છે.

ત્યારે પ્રથમ રેડમાં મોરબી એ ડિવિઝન પોલીસે મોરબીના કબીર ટેકરી શેરી નંબર ત્રણમાં રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા હાજીભાઈ મુસાભાઇ ખુરેશી, પરવેઝભાઈ દાઉદભાઈ ચાનીયા અને લાલજીભાઈ શંકરભાઈ કગથરા જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે તેમની પાસેથી 15,100/- ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી હતી અને તેમની અટકાયત કરવામાં આવી હતી.

ત્યારે બીજી રેડમાં મોરબીના રવાપર બોનીપાર્ક વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 302 માં રેડ કરવામાં આવી હતી ત્યારે ફ્લેટના માલિક ભાણજીભાઈ નારણભાઈ પાડલીયા ના રહેણાંક મકાનમાં જુગાર રમતા ભાણજીભાઈ નારણભાઈ પાડલીયા, નવનીતભાઈ ગોપાલભાઈ સાપોડિયા, અજયભાઈ મનસુખભાઈ સુરૈયા, કૌશિકભાઈ યમનભાઈ સંતોકી અને ભગવાનજીભાઈ ખેમચંદભાઈ મેઘાણી જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે તેમની પાસેથી 57,500 રોકડ રકમ કબજે કરવામાં આવી છે ત્યારે તેમની વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,127

TRENDING NOW