મોરબીના નાની વાવડી ગામે એલ્યુમિનિયમની બારીના રૂપિયા અગાઉ ત્રણ વર્ષ પહેલા ચુકવી દિધેલ હોવા છતાં નાની વાવડીના શખ્શે રૂપિયા માંગી યુવાનને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી યુવાને મોરબી તાલુકા પોલીસ મથકે શખ્શ વિરૂધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે દશામાંના મંદીર પાછળ કુમાર શાળાની પાસે રહેતા
રમણીકભાઇ હીરાભાઇ ઉભડીયા (ઉ.વ-૩૦)એ આરોપી દિપકભાઇ પડસુંબીયા (રહે.નાની વાવડી) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગઇકાલ તા.૨ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદીના મકાનની એલ્યુમિનિયમની બારી ત્રણ વર્ષ અગાઉ બનાવેલ હોય જેના રમણીકભાઇ એ રૂપિયા આપી દીધેલ હોય તેમ છતા ફરીયાદી પાસે એલ્યુમિનિયમના બારીના રૂપિયા માંગી ફરીયાદીને આરોપીએ જાહેરમા ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડાના ધોકા વડે પગમા મુંઢ માર મારી ઇજા કરી ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ફરિયાદ આધારે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે