Monday, March 16, 2026

મોરબી: ઇન્સટાગ્રામાં પત્નીએ ફેક આઈડી બનાવી લગ્ન કરવા અન્યને મેસેજ કર્યા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ઇન્સટાગ્રામાં પત્નીએ ફેક આઈડી બનાવી લગ્ન કરવા અન્યને મેસેજ કર્યા

મોરબી: મોરબીમાં પતિ સાથે અણબનાવ થતાં પત્ની રીસામણે ચાલી ગઈ અને પતિને હેરાન કરવા તેના નામે ફેક આઇડી બનાવી અન્ય યુવતીને લગ્ન કરવા માટે પરેશાન કરી હતી. જો કે સમગ્ર મામલે યુવકે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં પત્નીનો ભાંડો ફૂટ્યો હતો.

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપર ખાતે રહેતા ફરિયાદી જીગર ચુનિલાલ રાઠોડે તેની રાજકોટમાં રહેતી પત્ની હીના અનિલભાઇ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી દંપતી વચ્ચે અણબનાવ થતાં આરોપી હિના રીસાઇ રાજકોટમાં ચાલી ગઈ હતી. પરંતુ જીગરને હેરાન પરેશાન કરવા હિનાએ એક નવું સીમકાર્ડ ખરીદી તેના પરથી ઇન્સ્ટાગ્રામમાં jigarRathod યુઝરનેમ અને jigar_rathod નામે ફેક આઈડી બનાવી અન્ય યુવતીને ઇન્સટાગ્રામમાં લગ્ન કરી લેવા અંગે ફેક મેસેજ કર્યા હતા અને પતિ તથા યુવતીને પરેશાન કરીને સાઇબર ક્રાઇમ આચાર્યો હતો. આ મામલે પોલીસે ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ૨૦૦૦ ની કલમ ૬૬, ડી મુજબ ગુન્હો નોંધી આરોપી હિના અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,597,600

TRENDING NOW