મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા શપથવિધી સમારોહ યોજાયો.

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. જેમાં પ્રમુખ તરીકે શ્રી મયુરીબેન કોટેચા અને તેની સમગ્ર ટીમે શપથ લીધા હતા. સાથે ઉપપ્રમુખ તરીકે રંજનાબેન શારડા. સેક્રેટરી તરીકે જ્યોતિબેન વિઠ્ઠલપરા અને ટ્રેઝરર તરીકે મનીષાબેન ગણાત્રા એ શપથ લીધા હતા.

આ સમારોહમાં શપથ પુરોહિત તરીકે શ્રી આશાબેન પંડ્યા અને નેશનલ ના હોદ્દેદારો માંથી ચીફ પેટ્રોન શ્રી IL હિતેશભાઈ પંડ્યા ILશ્રી વનરાજભાઈ ગરૈયા ILશ્રી ધીમંતભાઈ શેઠ અને ILશ્રી શોભના બા ઝાલા ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો.

આ સાથે શહેરના અગ્રણીઓ PI શ્રી લખધીરકા મેડમ,શ્રી દેવેનભાઈ રબારી, શ્રી જેન્તીભાઈ રાજકોટિયા, શ્રી જીતુભાઈ વરસોલા, શ્રી સહદેવસિંહ ઝાલા અને શ્રી કાજલબેન ચંડીભમર, IPP પ્રીતિબેન દેસાઈ ,IPP નયનાબેન બારા જેવા મહાનુભાવો એ ઉપસ્થિત રહીને મયુરીબેન અને તેની પૂરી ટીમને શુભેચ્છા પાઠવી હતી.. વર્ષ 2023-24 ના ક્લબ મેમ્બર્સ એ પણ મોટી સંખ્યામાં હાજરી પુરાવી પોતાના ઉમંગ અને ઉત્સાહનો અનુભવ કરાવ્યો હતો.





