Wednesday, May 7, 2025

મોરબી આઈ.ટી.આઈ પાસે સ્વીફ્ટ કારમાંથી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
મોરબીના અઇટીઆઇ સામે બસ સ્ટેશનને પાછળના ભાગમાં સ્વીફ્ટ કારમાં દારૂના જથ્થા સાથે બે શખ્સોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરોધ પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીમા આઇ.ટી.આઇ. સામે બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાળ પાસે રોડ ઉપર સ્વીફ્ટ કાર સાથે આરોપીઓને વિદેશી દારૂની બોટલ નંગ-પર કિ.રૂ.૨૨,૭૫૦/- તથા બીયરના ટીન-૪૮ કિ.રૂ. ૪૮૦૦ તથા સ્વીફ્ટ કાર જેના રજીસ્ટર નંબર-GJ-36- AJ- 4700 વાળી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ.૩,૨૭,૫૫૦ ના મુદામાલ સાથે આરોપી ઉદયભાઇ જોરૂભાઇ કરપડા ઉ.વ.૨૬ રહે. તથા અનિરૂધ્ધભાઇ જોરૂભાઇ કરપડા ઉ.વ.૨૪ રહે. મહેન્દ્રનગર આઇ.ટી.આઇ. સામે મોરબી મુળગામ કળમાદ તા.મુળી તા. સુરેન્દ્રનગરવાળાને સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ રણુભાઇ લગધીરભાઈ કરપડા રહે. કળમાદ તા.મુળી તા. સુરેન્દ્રનગરવાળાનુ નામ ખુલતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,787

TRENDING NOW