મોરબીમાં આઇમાં કંકુ કેશરમાંનો જન્મોત્સવ દર વર્ષે ઉત્સાહ પુર્વક ઉજવવામાં આવ્યો હોય છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને આઇ કંકુ જન્મોત્સવ મોકુફ રાખવામાં આવ્યો છે.
મોરબી આઈ શ્રી કંકુ કેશરમાં જન્મોત્સવ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ હદુભા રતન, પ્રમુખ મુકેશભા મારું, ઉપ પ્રમુખ ભરતભા પાલિયા વિજયભા રતને ચારણ સમાજ મોરબીને જણાવવાનું હતું કે,દર વર્ષ આઇમાં કંકુ કેશરમાંનો જન્મહોત્સવ વરસોથી ઉજવતા આવીએ છીએ. પરંતુ આ વર્ષે કોરોનાની વિકટ પરિસ્થિતિ ને કારણે તા.22 /4/2021 ના ચૈત્રી દશમના દિવસે રાખવાનો હતો. તે આઈમાંનો જન્મોત્સવ મોકૂફ રાખવામાં આવેલ છે.