મોરબી: તાજેતરમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ રાજકોટ વિભાગ રાજકોટનાઓ તરફી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારૂ રાજકોટ રેન્જ વિભાગમાં ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ મોરબી ડીવીઝન મોરબીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર બી.પી.સોનારા નાઓની સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન મોરબી સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. રસિકભાઇ હીરજીભાઇ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી સીટી-એ ડીવી. પોલીસ સ્ટેશનનો નાસતો ફરતો આરોપી પ્રદિપકુમાર રામકુમાર યાદવ (ઉવ. ૩ર મુળ રહે. સનફેરવા તા.બાંસી જી.સિધ્ધાર્થનગર (ઉતરપ્રદેશ))નેં હાલે મહારાષ્ટ્ર રાજયના પુલે સૌટીમાં માનિક નગર, સાઇબાબા મંદીર, અભય કોલેજની પાસે ભાડેથી મકાન રાખી રહેતો હોય જે હકિકત અન્વયે એ.એસ.આઇ, રસિકભાઇ એચ. ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ સમરથસિંહ ઝાલાની એક ટીમ બનાવી ધુલે સીટી મહારાષ્ટ્ર રાજયમાં તપાસમાં મોકલેલ હતા.
તપાસ દરમ્યાન સદરહુ ગુન્હાનો નાસતો ફરતો આરોપી પ્રદિપકુમાર રામકુમાર યાદવને માનિક નગર, સાઇબાબા મંદીર, અભય કોલેજની પાસે, ધુલે સીટી, મહારાષ્ટ્ર રાજયમાંથી મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે. મજકુરનો કોવીડ ૧૯ મેડીકલ તપાસણી રીપોર્ટ આવ્યે અટક કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. છેલ્લા સાડા બાર વર્ષથી અપહરણ,બળાત્કારના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.
આ કામગીરી કરનાર અધિકારીઓ એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ પરમાર, મહેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ સમરથસિંહ ઝાલા વિગેરે રોકાયેલ હતા.