Monday, May 5, 2025

મોરબી અને હળવદ પેટા ચૂંટણી સંદર્ભે જાહેરનામું બહાર પડાયું: સભા સરઘસ ન કાઢવા હુકમ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ તથા હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. આ ચૂંટણી મુક્ત-ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને લાગુ મત વિસ્તારમાં સુલેહ-શાંતિ તથા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તે માટે મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે આગામી તા.૦૮-૧૦-૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન પેટાચૂંટણી મતદાન વિસ્તારમાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે.

આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તથા સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે. આ હુકમ ફરજ પર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તથા કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.   

Related Articles

Total Website visit

1,502,764

TRENDING NOW