Monday, March 16, 2026

મોરબી અને બોટાદ જિલ્લામાં પ્રોહી ના અલગ અલગ ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી અને બોટાદ જિલ્લામાં પ્રોહી ના અલગ અલગ ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો.

પેરોલ ફ્લો સ્કવોડ દ્વારા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પોલીસ મથક અને બોટાદ પોલીસ મથકમાં પ્રોહી ના અલગ અલગ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પડવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ પેરોલ ફ્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ જિજ્ઞાસાબેન કણસાગરા તથા પો.હેડ કોન્સ.જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. સી. પાર્ટ ગુ.ર.નં.૨૧૪૩/૨૨ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી કાનભા ઉર્ફે અનીરૂધ્ધસિંહ જાલુભા પરમાર ઉ.વ.૨૨ રહે. પાળીયાદ ભદ્રવાડી રોડ કાંગસીયા પરા જી.બોટાદ વાળાને આજરોજ પાળીયાદ ખાતેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. તેમજ મજકુર આરોપી બોટાદ પો.સ્ટે.સી.પાર્ટ.ગુ.ર.નં.૦૧૦૬/૨૩પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૯૮(૨),૮૧ મુજબના કામે પણ પકડવાનો બાકી હોય જેની જાણ કરવા તજવીજ હાથ ધરી છે.આમ, મોરબી જીલ્લાના મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. તથા બોટાદ જીલ્લાના બોટાદ પોસ્ટે.ના એમ કુલ-૨ પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામા મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.

Related Articles

Total Website visit

1,597,873

TRENDING NOW