Thursday, March 12, 2026

મોરબી અખિલ ભારતીય વિદ્યાથી પરિષદ દ્વારા 15 ઓગસ્ટે 100 ગામોમાં સ્વતંત્રતા દિવસ ઉજવાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી અખિલ ભારતીય વિદ્યાથી પરિષદ દ્વારા આગામી 15 ઓગસ્ટના દિવસે મોરબી જિલ્લામાં 100 થી વધુ ગામોમાં ‘સ્વરાજ 75’ અંતર્ગત ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં સંકલ્પ એવો છે કે, મોરબી જિલ્લાના 100 કરતા પણ વધુ ગામડાઓમાં જઈને 15 મી ઓગસ્ટના રોજ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે.

મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગરમંત્રી સંદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ અભિયાનને વધુ વેગ આપવા માટે વિદ્યાર્થીઓ જ્યાં વસવાટ કરે છે, જે ગામમાં હોય ત્યાંથી ધ્વજવંદન કરી શકે છે. તેમજ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, આદર ભાવના જાગે તે હેતુસર આ અભિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શરૂ કરવા જઈ રહ્યું છે. આપ આ અભિયાનમાં જોડાવા માટે 8306914014 પર સંપર્ક પણ કરી શકાશે.

Related Articles

Total Website visit

1,595,545

TRENDING NOW